કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે છે. તેમણે ઉત્તરાયણના દિવસે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતમાં સંક્રાંતિને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને આ દિવસે લોકો પતંગ ઉડાડવાનું વિશેષ મહત્વ માને છે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ તેમની પત્ની સાથે શાંતિ નિકેતન સોસાયટી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પતંગ ઉડાડીને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
ત્યારે આજરોજ તેઓ ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમનો પહેલો કાર્યક્રમ સવારે 10.45 વાગ્યે હશે, જેમાં તેઓ 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બેરેજ અને માનસામાં બની રહેલા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. આ પછી, બપોરે 12.30 વાગ્યે તેઓ કલોલમાં પ્રધાનમંત્રી યોજનાઓ અને ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
શાલ્બી હોસ્પિટલમાં સાંજે 4.45 વાગ્યે બોન બેંકનું ઉદ્ઘાટન હશે
બપોરે 1 વાગ્યે તેઓ કલોલમાં નવા બનેલા રામજી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે અને મંદિરમાં ભક્તિ સામગ્રીમાં વપરાતા સંગીતનાં સાધનો અર્પણ કરશે. બપોરે 2.30 વાગ્યે તેઓ કલોલ સાણંદ રોડને ચાર માર્ગીય રોડમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.45 વાગ્યે તેઓ કલોલમાં બનાવવામાં આવી રહેલા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ બપોરે 3.45 વાગ્યે રેલ્વે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેમનો છેલ્લો કાર્યક્રમ અમદાવાદની શાલ્બી હોસ્પિટલમાં સાંજે 4.45 વાગ્યે બોન બેંકનું ઉદ્ઘાટન હશે.