કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે તેઓ અમદાવાદ આવી જશે.
તેમના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1 હજાર 220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1 હજાર 220 વિકાસ કાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રુપિયા 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે તેમજ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત પણ કરશે.
આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે તેમજ અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ Class Roomનું પણ લોકાર્પણ કરશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી "મુખ્યમંત્રી સડક યોજના" હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરવાના છે.
