મુખ્યમંત્રી વિજય રૂપાણી સાળંગપુર હનુમાનજી મંદિરની મુલાકાતે
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાળંગપુર હનુમાનજી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સાળંગપુર મંદિરના કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન બાદ મુખ્યમંત્રીએ મારુતિ યજ્ઞમાં પણ ભાગ લીધો હતો. મંદિરના સંતો મહંતો પણ યજ્ઞમાં જોડાયા હતા. મુખ્યમંત્રી સાથે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાદ 8 જૂનથી સાળંગપુરનું મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. કોરોના કાળમાં દેશ તથા સમગ્ર વિશ્વને કોરોનામાંથી બચાવવા માટે મંદિરમાં અનેકવાર મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો છે.
