નર્મદા જિલ્લામાં 100થી વધુ ખેડૂતો કમલમ ફ્રૂટની ખેતી તરફ વળ્યાં
Live TV
-
નર્મદા જિલ્લાના 100 જેટલા ખેડૂતો કમલમ ફ્રુટની વૈજ્ઞાનિક ઢબની ખેતી તરફ વળ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના વિસ્તારમાં કરવામાં આવી રહેલ આ ખેતી માટે રાજ્ય સરકાર તરફથી સહાય પણ કરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા ખેતી માટે ખેતરમાં પાઇપ અને થાંભલા પણ ઉભા કરી આપવામાં આવ્યા છે, તો સાથે કમલમના છોડ પણ આપવામાં આવી રહ્યા છે.
જિલ્લાના સમારીયા વિસ્તારના ખેડૂત ઉપેન્દ્ર સિંહે જણાવ્યુ હતું , કે બીજી બધી ખેતી કરતા કમલમની ખેતી ખૂબ લાભદાયી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર પ્રવાસન સ્થળ હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, એવામાં આ વિસ્તારના ખેડૂતોને કમલમ ફ્રૂટ વેચવા બહાર જવાની જરૂર પડતી નથી. વનવિભાગ દ્વારા એક મંડળી બનાવીને વેચાણ કરવામાં મદદ કરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. કમલમ ફ્રૂટની ખેતીની એકવાર વાવણી કર્યાં બાદ 25 વર્ષ સુધી આ છોડ ફળ આપ્યા કરે છે.
