Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે: ગાંધીનગર-અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક લોકઉપયોગી વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે જ તેઓ વૈશ્વિક રમતગમતની તૈયારીઓની સમીક્ષા કરશે અને ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવશે.

    કલોલ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન

    પ્રવાસના પ્રથમ દિવસે ગૃહમંત્રી ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ કલોલ તાલુકામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં ખાસ કરીને સીએસઆર ફંડ દ્વારા નવનિર્મિત ઝેડવા ગામના તળાવનું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ સુવિધાઓને વેગ આપવા નવીન ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ. મોતી ભોયણ પ્રાથમિક શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓને સમર્પિત કરશે.

    અમદાવાદમાં CBSE પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ અને રમતગમતની સમીક્ષા

    અમદાવાદ ખાતે ગૃહમંત્રી શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે મહત્વની બેઠકો અને લોકાર્પણ કરવાના છે.અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની નવી પ્રાદેશિક કચેરીનું વિધિવત લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટી સુવિધા મળશે. અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવાના ભાગરૂપે તેઓ આગામી ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજશે.

    આવતીકાલે 'હરામી નાલા' સરહદે હાઈ-લેવલ સિક્યોરિટી રીવ્યુ

    પ્રવાસના બીજા દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા અત્યંત સંવેદનશીલ ક્રીક વિસ્તાર 'હરામી નાલા' સીમા ચોકીની મુલાકાત લેશે.

    ભૌગોલિક દ્રષ્ટિએ પડકારરૂપ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા આ સરહદી વિસ્તારમાં દેશની સુરક્ષા સ્થિતિ વધુ મજબૂત કરવા માટે તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને સરહદી સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply