Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, તિલકવાડામાં 'બામ્બુ ક્રાફટ ક્લસ્ટર'ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું

Live TV

X
  • કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની  મુલાકાત લીધી.કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.સરદાર સાહેબની દુરંદેશી ને કારણે આજે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે.કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા મંત્રીએ નોંધ્યું હતું કે, આ મારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે કે આજે મેં સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીંયા સરદાર સાહેબના ભવ્ય જીવન સંઘર્ષ અને ભારતની એકતાનું અભૂતપૂર્વ નિર્માણ થયું છે. જેમાંથી આવનારી પેઢીને તેમની જિજ્ઞાસાનો ઉત્તર અને પ્રેરણા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને આવનારી પેઢી માટે એક ઉદાહરણરૂપ ભેટ આપી છે. આ રૂડા અવસરે અહીંના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. તેમજ પ્રતિમાના નિર્માણમાં સહયોગ આપનાર ભારતવાસીઓને અને મૂર્તિકાર રામ સુતારજીને અભિનંદન પાઠવું છું.

    કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે તિલકવાડામાં 'બામ્બુ ક્રાફટ ક્લસ્ટર'ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આદિવાસી ભાઈ-બહેનો દ્વારા વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી તેમણે કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, વેસ્ટ વસ્તુને રીસાયકલ કરીને ગુણવત્તા યુક્ત અગરબત્તી તૈયાર કરવામાં આવી રહી છે તે ખુબ જ પ્રસંસનીય બાબત છે. વાંસ આધારિત હાથથી બનાવેલી ચીજવસ્તુઓ, ફર્નિચર, અગરબત્તી, અગરબત્તી સ્ટીક વગેરે તૈયાર કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply