Skip to main content
Settings Settings for Dark

PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ભરૂચ જિલ્લામાં 8200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

Live TV

X
  • ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી આજે ભરૂચના આમોદમાં 8200 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.  આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે, ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં ₹8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થયું છે. જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 

    ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનના વિઝન હેઠળ, બલ્ક ડ્રગ પાર્ક માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના માટે 2015.02 હેક્ટર વિસ્તારમાં ₹2500 કરોડના ખર્ચે ગુજરાતની પસંદગી કરવામાં આવી. આ યોજનાનો હેતુ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે.રાજ્યમાં હાલમાં એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિયન્ટ જેમકે સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડ્સ, ઈનઓર્ગેનિક સોલ્ટ, પ્રોટોન પંપ ઈહિબીટર્સ, પીડાનાશક, એન્ટિપ્રાયરેટિક્સ અને પેરાસીટામોલ, ડીક્લોફેનાક સોડિયમ, એસેક્લોફેનાક, આઇબુપ્રોફેન, એન્ટિ-હાયપરટેન્સિવ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ દવાઓ બનાવવામાં આવે છે, પરંતુ આમાંની મોટાભાગની મુખ્ય પ્રારંભિક સામગ્રીની આયાત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઈન સરળ થશે, સાથે જ આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે અને ભારત બલ્ક ડ્રગ માટે આત્મનિર્ભર બનશે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. ભરૂચમાં પણ આ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોને પ્રોત્સાહન મળે અને તેના માટે જાગૃતિ આવે તે માટે વિવિધ ઔદ્યોગિક પાર્કનું નિર્માણ આગામી સમયમાં થશે. જેમાં એગ્રો ફૂડ પાર્ક, 4 ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક, સીફુડ પાર્ક અને એમએસએમઈ પાર્કનો સમાવેશ થાય છે. જેનું ભૂમિપૂજન પણ પીએમ મોદીના હસ્તે આજે ભરૂચના આમોદ ખાતે થયું છે. 

    આ ઉપરાંત હવે પ્રધાનમંત્રી અમદાવાદમાં શૈક્ષણીક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદધાટન કરશે જેનાથી અમદાવાદમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક સંકુલ બનાવવાનો વર્ષો જુનું સપનું પૂર્ણ થશે જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે તમામ સુવિધાઓ હશે. પ્રથમ તબક્કામાં 12 માળની હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમા 116 રુમો છે.. જેમા 400 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે. જેની કિંમત 20 કરોડ છે..જેનો શિલાન્યાસ વર્ષ 2013માં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો હતો. પ્રધાનમંત્રી જામનગરમાં 1 હજાર 460 કરોડથી વધુ રકમની યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના સિચાઇ, વિજળી,જળ, શહેરી માળખાગત સુવિધા સંબંધીત છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે  તેમના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3 હજાર 92 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મોઢેરાને ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, આજે મોઢેરા માટે, મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા સર્જાઈ છે. તેમણે કહ્યું કે વીજળી, પાણીથી રોડ, રેલવે, ડેરીથી લઈને કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં  કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય ગ્રામ અને મોઢેરાને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહીંના લોકો કહે છે કે ક્યારેય વિચાર્યું નહોતું કે આ સપનું પણ આપણી આંખો સામે સાકાર થઈ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply