Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા

Live TV

X
  • સુરત મહાનગરપાલિકાના દ્વારા માઈગ્રન્ટ સેલનો શુભારંભ કરાવ્યો

    આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા છે..સુરત મહાનગરપાલિકાના દ્વારા માઈગ્રન્ટ સેલનો શુભારંભ કરાવ્યો છે..આ સાથે સીટી લાઈવલીહુડ સેન્ટરના જોડાણ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ કે કોરોનાની રસી એ ભારતના નાગરિકોને સૌથી મોટી ભેટ છે..આ મુદ્દાને લઈને થઈ રહેલી રાજનીતિ પર તેમણે વિપક્ષા પર પ્રહાર કર્યા હતા..તેઓએ જણાવ્યું હતું કે, જે લોકો ની મંદબુદ્ધિ છે તેઓને ભારતના વૈજ્ઞાનિક ઉપર ભરોસો નથી જેઓને ભારતીયોના સત્ય ઉપર ભરોસો નથી એવા તથ્યવિહીન વાતો કરવામાં આવી રહી છે.. વેકસીન અમારા વૈજ્ઞાનિકો  અને મેડિસિન બનાવનાર કંપનીઓ ની ઉપલબ્ધિ છે .દેશના નાગરિકો સ્વાગત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના આ પહેલને લોકો સ્વીકારી રહ્યા છે. પરંતુ કેટલાક મંદબુદ્ધિ લોકો જે ક્યારેય પણ સુધરશે નહીં અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી નો નેતૃત્વ કે જેઓને તમામ વસ્તુઓમાં ખોટ નજર આવે છે. એવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.કેન્દ્રીય મંત્રી સુરતના હજીરા ખાતે એલ એન્ડ ટી કંપનીના કાર્યક્રમમાં ભાગ લેશે...ત્યારબાદ આર્સેલર મિત્તલ અને નિપ્પોના પ્લાન્ટની પણ મુલાકાત લેશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply