કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ જનઔષધી સપ્તાહના આયોજન હેઠળ ગાંધીનગરમાં જન ઔષધી કેન્દ્રની મુલાકાત કરી
Live TV
-
"પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના" હેઠળ શરૂ કરવામાં આવેલા પી.એમ. જનઔષધી કેન્દ્ર ખાતે તા.1 થી 7 માર્ચ સુધી જનઔષધી સપ્તાહનું આયોજન ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમ્યાન વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા જન સામાન્ય સુધી સસ્તા - રાહત દરે ગુણવત્તાયુક્ત દવાઓનું વિતરણ જનઔષધિ કેન્દ્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આજે ગાંધીનગરના સેક્ટર -૨૪ ખાતે આવેલ જનઔષધી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતેથી મળતી દવા ૮૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી છે. ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને સારું આરોગ્ય અને સસ્તી દવા મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. આજે દેશભરમાં લગભગ 8500થી પણ વધુ જનઔષધિ કેન્દ્રો પરથી સસ્તી દવા મળી રહી છે.