Skip to main content
Settings Settings for Dark

સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩ માટે રજુ કરેલા રાજ્યના બજેટને સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે "બહુજન હિતાય બહુજન સુખાય", ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ બજેટ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, દેશના ગ્રોથ એન્જીન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવારોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ છે. 
        
    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગત વર્ષ કરતાં ૧૭ હજાર કરોડના વધારા સાથે ૨ લાખ ૪૪ હજાર કરોડનું આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું બજેટ છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે એ માટે આ બજેટમાં ખાસ કાળજી લેવામાં આવી છે. કિસાનોને વીજ સબસીડી તેમજ કચ્છ જેવા વિસ્તારોને સિંચાઇ માટેની સુવિધાઓનો પણ આ બજેટમાં ખ્યાલ રાખ્યો છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, મધક્રાંતિ માટે ૧૦ હજાર નવા ખેડૂતોને સહાય, ધરતીપૂત્રોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સહાયની યોજના વિગેરે ખેડૂતલક્ષી બજેટરી જોગવાઇનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ખેડૂતોના હિતોને વરેલી રાજ્ય સરકારે બજેટમાં ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીના પ્રોત્સાહક પગલા લીધા છે. 

    મુખ્યમંત્રીએ ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રીની ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરી ગૌધન સંરક્ષણ અને સંવર્ધન માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ને આવકારી આ યોજનાથી પાંજરાપોળ ગૌશાળામા રહેલા પશુઓ ગૌ વંશની નિભાવ જાળવણીમાં નવું બળ મળશે તેવો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના યુવાધનને માઇન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટથી ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે ૩૦૦ કરોડ અને તેમાં આગામી વર્ષે ૬૦ કરોડનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે. તેમણે નવસારી જિલ્લામાં પી.એમ. મિત્ર યોજના અન્વયે અદ્યતન સુવિધા ધરાવતો ટેક્ષટાઇલ પાર્ક, મોરબીમાં વૈશ્વિક કક્ષાની સગવડતા વાળા ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક, કૌશલ્ય વિકાસ માટે નવું કમિશનરેટ સ્થાપવાના આયોજન અને યુવાનોને તાલીમબદ્ધ કરવા ૫૧ નવા ભવિષ્યલક્ષી અભ્યાસક્રમ શરૂ કરવા માટેની બજેટરી જોગવાઇઓની પ્રશંશા કરી હતી. 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણને સુદ્રઢ કરવા ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળક’ યોજના આ બજેટમાં લાવ્યા છીએ. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સગર્ભા મહિલા-બાળકોના પોષણ માટે ૧ હજાર દિવસ સુધી કુટુંબ દીઠ પ્રતિમાસ ૧ કિલો તુવેરદાળ, ર કિલો ચણા, ૧ લીટર ખાદ્યતેલ વિનામુલ્યે આપવાથી  ‘હજાર દિવસની કાળજી મા-બાળક જીવનભર રહે રાજી’ એ ધ્યેય સિદ્ધ થશે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ માટેની ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારી વધુ ૭૨ તાલુકામાં અમલી બનાવવા ૧૧૮ કરોડ રૂપીયા આ હેતુસર ફાળવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં ઓનલાઇન બેંકીંગ, ઇ-કોમર્સ, ઓનલાઇન શિક્ષણ વિગેરે માટે બે વર્ષમાં ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરવા રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે. ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ. આદિજાતિ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા ૮ નવા એમ.એસ.એમ.ઇ. જી.આઇ.ડી.સી એસ્ટેટની રચના કરવાની જોગવાઇઓ વનબંધુને વિશ્વબંધુ બનાવવવાની રાજ્ય સરકારની નેમ પાર પડશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 
        
    મુખ્યમંત્રીએ કહ્યું કે, ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતના સાગરખેડૂ બાંધવો, માછીમાર ભાઇઓ અને પશુપાલકોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદ્દતના ધિરાણ પર વ્યાજ રાહત અપાશે. સાગરખેડૂઓ માટે આ હેતુસર ૭૫ કરોડ રૂપીયાની જોગવાઇ બજેટમાં કરી છે. તેમણે ઉમેર્યું કે, માછીમાર ભાઇઓને બોટ માટે મળતા રાહત દરના ડિઝલની મર્યાદામાં દરેક સ્તરે બે હજાર લિટરનો વધારો અને હાઇસ્પિડ ડિઝલ બોટ રાહત યોજના માટે ૨૩૦ કરોડનું પ્રાવધાન રાખ્યું છે. રાજ્યના પાંચ નવા બારમાસી બંદરોના વિકાસ અને મત્સોદ્યોગ કેન્દ્રોના નિર્માણ યોજના માટે ૨૦૧ કરોડ રૂપીયા ફાળવાશે. સમાજના છેવાડાના માનવીને પણ વિકાસનાં ફળ પ્રાપ્ત થાય એની તકેદારી આ બજેટમાં લેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસની જે કેડી કંડારી છે તેને આગળ ધપાવવાનો સંકલ્પ આ બજેટમાં છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
apply