કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
Live TV
-
ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં રૂ.67.5 કરોડના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના રૂ.67.5 કરોડના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વર્ચ્યુઅલી કર્યું હતું.
ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત રૂ. 29.91 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન તથા "ફાટક મુક્ત ગુજરાત અભિયાન" અન્વયે રૂ.25.06 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ હતુ.
ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન, આંગણવાડી રીનોવેશન વર્ક, અમૃત સરોવર બ્યુટીફિકેશનનું કામ, ચુનીલાલ મડિયા સર્કલ વગેરે જેવા ૫ કામોનું રૂ. 621 લાખનું ખાતમુહૂર્ત તેમજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડમાં ગાર્ડન ડેવલેપમેન્ટ, જૂના પોરબંદર રોડ પર સર્કલ બનાવવાનું કામ, સ્મશાન ડેવલપમેન્ટ વગેરે ૫ કામોનું રૂ. 268.48 લાખનું ખાતમુહૂર્ત તથા એસડીએચ હોસ્પિટલમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટમાંથી રૂ.18 લાખની એમ્બ્યુલન્સનું લોકાર્પણ, ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર સોસાયટીની પાસે આવેલ ડમ્પ સાઈટની ફરતે કંપાઉન્ડ વોલનું રૂ.167 લાખના કામનુ ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસના કાર્યોની લોકોને ભેટ આપવામાં આવી હતી.