Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર- અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને આપી લીલી ઝંડી 

Live TV

X
  • ભાવનગર ખાતે યોજાયેલા અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી વૈશ્વણવ ઉપરાંત શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ.મનસુખ માંડવીયા, ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આજે સવારે ભાવનગર રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 10 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનિ વૈશ્વણવ એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ, જબલપુર-રાયપુર એક્સપ્રેસ ટ્રેનને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં કાયાપલટ કરી છે. 

    ભાવનગર ખાતે યોજાયેલા અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી વૈશ્વણવ ઉપરાંત શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ.મનસુખ માંડવીયા, ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ,જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ આગેવાનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ભાવનગર - અયોધ્યા કેન્ટ સાપ્તાહિક -એક્સપ્રેસ ટ્રેન નિયમીત રીતે 11 ઓગસ્ટ,2025 (સોમવાર)ના રોજ બપોરે 13.50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે, ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 12 ઓગસ્ટ,(મંગળવાર)ના રોજ રાત્રે 22.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે અને ગુરુવારે સવારે 4.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

    આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.  આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply