Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ડીસા એરપોર્ટ નજીક 4,000 એકરમાં બનશે વાયુસેનાનું એરબેઝ

Live TV

X
  • નાપાક હરકતને રોકવા મોદી સરકારે મોટો નિર્ણય કરી, ડીસા એરપોર્ટ નજીક એરબેઝ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના પાછળ 1,000 કરોડ રૂપિયા ખર્ચ થશે

    ગુજરાતનું બનાસકાંઠા રાષ્ટ્રીય એરબેઝના નકશામાં અગત્યનું સ્થાન આગામી સમયમાં ધરાવશે. કેન્દ્ર સરકારની સુરક્ષા સમિતિની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બનાસકાંઠાનું ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવામાં આવશે. ડીસા એરપોર્ટને વાયુસેનાનું એરબેઝ બનાવવા કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓન સીક્યૂરિટીનો નિર્ણય, 1000 કરોડ ખર્ચ કરાશે.  ડીસામાં તૈયાર થનારા એરબેઝ માટે બે દશક પહેલા 4,000 એકર જમીન ફાળવવામાં આવી હતી, જોકે મંજૂરી નહોતી મળી, જેને કારણે એરબેઝ બનવાનો કોઇ ચોક્કસ સમય નક્કી નહોતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીને બુધવારે મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડીસામાં એરબેઝ બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

    એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલાં વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે. પાકિસ્તાન સરહદથી નજીક હોવાના કારણે આ એરબેઝ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ડીસા એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે 1000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને લઇને લેવાયેલો આ મહત્ત્વનો નિર્ણય છે. ભારતની વાયુસેનાના વિસ્તાર માટે આ એક મહત્ત્વનો નિર્ણય છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply