કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને વીજ પુરવઠામાં વધારો કરવામાં આવ્યો છે.રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થતું હોવાથી, ખેડૂતોને પિયત માટે વધુ વીજળીની જરૂરિયાત ઊભી થઈ હતી. જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે આવતીકાલ, તા. 20 નવેમ્બર, 2025થી ખેતીવાડી ફીડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણયનો લાભ આશરે 1,090 ગામોના 49,000થી વધુ ખેતીવાડી ગ્રાહકોને મળશે.જનપ્રતિનિધિઓ અને ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જીરાનું વધુ વાવેતર ધરાવતા નીચે મુજબના તાલુકાઓને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.વિરમગામ અને માંડલ,બેચરાજીસમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુરલખતર અને દસાડા સુઇગામ અને વાવ,હળવદઆ ઉપરાંત, દાહોદ જિલ્લાના બે તાલુકાઓ માટે પણ રવિ સિઝન દરમિયાન વીજ પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે: દાહોદ અને ગરબાડાઆ બંને તાલુકાઓમાં 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી આ બંને તાલુકાના 191 ગામોના 9,758 ખેડૂતોને લાભ મળશે.
