ગુજરાત: અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં શહેરી ગ્રીન કવર વધારવા પર બેઠક
Live TV
-
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આજે સ્વર્ણિમ સંકૂલ ખાતે મહાનગર પરિષદ દ્વારા શહેરી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણા અંગેની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, વડોદરાના મેયર પિંકીબેન સોની સહિત વિવિધ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યનું ગ્રીન કવર વધારવા માટે રાજ્ય સરકાર નાગરિકોની સાથે મળીને પ્રો-એક્ટિવ રીતે કાર્ય કરી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનું ગ્રીન કવર વધારવામાં તમામ નાગરિકોની ભાગીદારી ખૂબ મહત્ત્વની છે.મંત્રીએ વૃક્ષોનું જતન કેવી રીતે વધારવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી સમયના લક્ષ્યો જણાવ્યા હતા. રાજ્ય સરકાર આગામી સમયમાં તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુબાજુ ખાલી જગ્યાઓમાં **પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)**ની મદદથી વૃક્ષારોપણ કરશે. ‘સ્વજન સ્મૃતિ વન’અને ‘એક પેડ માં કે નામ’જેવા અભિયાનો દ્વારા નાગરિકોમાં વૃક્ષારોપણ માટે વધુ લોક જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો.મંત્રીએ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવી હતી, જેમણે સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના નેશનલ હાઈવેની બંને બાજુએ વૃક્ષારોપણનું અદભૂત કામ કર્યું છે અને તેમના વૃક્ષોના જતનનો દર 100 ટકા જેટલો છે.
