કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના અલગ અલગ ગામોંમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવ્યો
Live TV
-
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામની શાળાઓમાં નાના ભુલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ બાલક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્યસરકાર કરી રહી છે. તે માટે નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી ઉત્તમ શિક્ષણ મળશે.
