24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસ્યો વરસાદ
Live TV
-
હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતાં 18 જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
મોરબીના ટંકારામાં 6 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથનું કોડિનાર 3 ઈંચ વરસાદથી તરબોળ થયું છે . જ્યારે બનાસકાંઠાના દાંતા અને રાજકોટના જેતપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજી શહેર ઉપરાંત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લાના ટંકારામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મોરબીના હળવદના શક્તિગઢ ગામે વીજળી પડતા એક યુવાનનું મોત થયું હતું. તો બીજી તરફ ચિત્રોડી ગામમાં વીજળી પડવાથી એક ભેંસનું પણ મોત નીપજ્યું હતું. મોરબીમાં આકરા તાપ અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોરબી,ટંકારા,વાંકાનેર,હળવદ અને માળિયા તાલુકામા વરસાદ વરસ્યો છે.
