Skip to main content
Settings Settings for Dark

ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરમાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો

Live TV

X
  • રાજયમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુરમાં ભૂલકાંઓને  શાળા પ્રવેશ કરાવ્યો હતો.  છોટા ઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

    કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ બેટી બચાવ બેટી પઢાઓ અંગે  પ્રવચન કરી કન્યાઓમાં શિક્ષણના દાનની મહત્તા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકા શાળા નં-૧ શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળા વર્ષ 1863થી કાર્યરત છે.

    જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. અને આ શાળાને પી એમ શ્રી શાળાનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આવતીકાલે ત્રીજા અને અંતિમ દિવસે   28 જૂનના રોજ સુરેન્દ્રનગર  જિલ્લાના ખાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply