કેરી રસિકો માટે સારા સમાચાર,જૂનાગઢ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં નોંધાઈ 5,000 થી વધુ બોક્સની આવક
Live TV
-
આ વખતે કેરીની સિઝન 25 દિવસ મોડી શરુ થઇ છે ત્યારે આજે જૂનાગઢમાં કેસર કેરીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અને માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં 5,000 થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. કેસર કેરી ના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે તો બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 બોલાઈ રહ્યા છે. આગામી દિવસોમાં જેમ કેરીની આવકમાં વધારો થશે તેમ ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, કેસર કેરીની આવક તાલાળા, સાસણગીર અને મેંદરડા પંથકમાંથી થઈ રહી છે.