કૉંગ્રેસ દલિતોના નામે રાજનીતિ રમવાનું કરે બંધ : CM વિજય રૂપાણી
Live TV
-
દલિત આંદોલન મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું, કહ્યું દલિતના હિત મુદ્દે સરકાર સંપુર્ણ રીતે સંવેદનશીલ છે.
દલિતો દ્રારા દેશ વ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટ પણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દલિતોના હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે SC/ST એક્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કૉંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. અત્યાર સુધી દલિતોને કોરાણે મુકનારી કૉંગ્રેસ મગરના આંસુ સારે છે તેમ જણાવ્યું છે. રાજ્યમાં આંદોલનની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી તથા સલામતિનો સંપુર્ણ પ્રબન્ધ કરવામાં આવ્યો છે.