કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે કોંગ્રેસ આક્રમક
Live TV
-
વિધાનસભામાં કોંગ્રેસે અધ્યક્ષ સામે મૂક્યો અવિશ્વાસનો પ્રસ્તાવ
રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂઆતથી જ તોફાની બન્યું છે. જેના પુરાવારૂપે ગત સપ્તાહે મારામારીના વરવાં દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે ત્રણ ધારાસભ્યોને એક થી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. સામા પક્ષે કોગ્રેસ દ્વારા અધ્યક્ષ વિરોધ પક્ષનાં મુદ્દાને ધ્યાને ન લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો. ગઈકાલે વિધાનસભાની કાર્યવાહીના પ્રારંભે વિરોધપક્ષે અવિશ્વાસની દરખાસ્ત મુકતા તેને નામંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા તેમના વિસ્તારના બાળકોના આકસ્મિક મોત મુદ્દે સરકાર સહાય આપે અન્યથા ધરણાની ચીમકી આપી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ 8 મૃતક વિદ્યાર્થી દીઠ 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરતાં ધરણા મોકૂફ રહ્યા હતા