રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 4700 કિલો અખાદ્ય મિઠાઈનો જથ્થો પકડ્યો
Live TV
-
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઉનાળાની શરૂઆત પહેલા જ વર્ષનો સૌથી મોટા દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે અખાદ્ય મિઠાઈ સહિતનો જથ્થો પકડી પાડી કાર્યાવાહી હાથ ધરી છે.
રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮ની સૌથી મોટા દરોડા પાડી અખાદ્ય મિઠાઈના જથ્થાનો નાશ કર્યો છે. શહેરના RTO નજીક આવેલ મનહર સોસાયટીમાંથી પ્રોડક્શન અને સ્ટોરેજ યુનિટ માંથી ૪૭૦૦ કિલો મીઠાઈ અને માવાનો અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દરોડા દરમિયાન શ્રીખંડ , માવા , મલાઈ, ૩ માસ અગાઉ નો સ્ટોર કરેલ, દૂધીનો હલવો સહીત કુલ ૪૭૦૦ કિલો જેટલો ,વાસી અખાદ્ય જથ્થો જડપી પડ્યો છે.
મહત્વ ની વાત એ છે કે આ ડેરી ના માલિક પાસે, ફૂડ લાયસન્સ પણ ન હતું અને છેલ્લા દોઢ વર્ષથી ખુલેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સૌ પ્રથમ તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરીને નોટિસ પાઠવી કોર્ટ કાર્યવાહી થાય તે પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરી છે.