સાઈબર ક્રાઈમને રોકવા ITIમાં વિશેષ તાલીમ, શિકાગો યુનિ. સાથે MoU
Live TV
-
વધતા જતાં સાઈબર ક્રાઈમને અટકાવવા માટે હવે રાજ્યના વિદ્યાર્થીઓને ઘર આંગણે સાઈબર ક્રાઈમ રોકવા માટે તાલીમ અપાશે.
સાઈબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા શિકાગો યુનિવર્સિટી અને અમદાવાદની ITI વચ્ચે MoU થયા છે. અમદાવાદની મણિનગર ITIમાં MOU કરવામાં આવ્યા હતા. આ MOU થવાને કારણે હવે ITIમાં સાઈબર ક્રાઈમને લગતી ,ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ સાયબર ક્રાઈમને લગતા વિવિધ ગુનાઓ કેવી રીતે અટકાવી શકાય તે અંગે શિકાગો યુનિવર્સિટીના એક્સપર્ટ માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ ITIમાં સાયબર ક્રાઈમને લગતો કોર્સ કરી સારી તાલિમ મેળવી શકશે. આ પ્રસંગેશ્રમ અને રોજગાર સચિવ રાજીવકુમાર ઉપસ્થિત રહ્યા હતા.