હિરણ ડેમમાંથી પાણીની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના મોં મીઠુ કરાવી કરાવાયા પારણા
Live TV
-
ગીર સોમનાથના હિરણ ડેમમાંથી પિયત પાણીની માંગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠેલા 25 ગામના ખેડૂતોના આખરે મોં મીઠુ કરાવી પારણા કરાયા. ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત હિરણ એક અને બે ના કમાન્ડ એરિયાના 24 ગામોના ખેડૂતોને પ્રતિવર્ષ સિંચાઇ માટે પાણી છોડવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ સિંચાઇ માટે પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોએ ફોર્મ ભરી રકમ ભરી હતી. પરંતુ અચાનક જિલ્લા વહીવટીતંત્રએ રાજ્ય સરકારની કોઇ પણ ડેમમાંથી પાણી ન છોડવાના પરિપત્રના આધારે પાણી છોડવાની ના કરી દેતા ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જો કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં ખેડૂતોની માંગ પ્રત્યે હકારાત્મક અભિગમથી સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.