કોડીનારના સુગાળા ગામ શીંગવડા નદીને કાંઠે 4 હજાર વર્ષથી વધુ પ્રાચીન અને ઐતિહાસિક ખોડીયાર માતાજીના મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા
Live TV
-
સુગાળા ગામ નજીકથી પસાર થતી શિંગવડા નદીના. અને નદી કાંઠે સેંકડો વર્ષોથી બિરાજતા માઁ ખોડિયારનાં મંદિરનાં.ખોડિયાર જયંતિને લઈને હજારોની સંખ્યામાં માઈ ભક્તો માના આશીર્વાદ લેવા અહીં આવ્યા છે.સવારથી સાંજ સુધી ભક્તો નો અવિરત પ્રવાહ અહીં વહી રહ્યો છે. લોકો માઁ ખોડીયારના દર્શન કરી ધન્ય બની રહ્યા છે.અહીં ઘાઘડિયાનો ઘુનો નિરંતર ખળખળ વહી રહ્યો છે.જ્યા પણ ધોધનો નયન રમ્ય નજારો ઉદભવે છે.આ ઘુનો અમાપ ઊંડાઉ ધરાવે છે. ઘુનામાં માઁ ખોડીયારના વાહન સમાન અનેક મગરો વસે છે.માતાજીની સવાર અને સાંજે થતી આરતી દરમ્યાન અચૂક એક મગર મંદિર નજીક આવે છે.પરંતુ આજ દિન સુધી કોઈ પણ માઈ ભક્તને મગરે હાનિ પહોંચાડી નથી
