Skip to main content
Settings Settings for Dark

કોડીનારની SBIમાં ખાતેદારે 58 હજારની ડુપ્લીકેટ નોટો જમા કરાવતા ખળભળાટ

Live TV

X
  • આ ખાતેદારે પોતાના ખાતામાં રૂ.પ૮ હજારના મુલ્ય માટે રૂપિયા 2000ની 29 ડુપ્લીકેટ ચલણી નોટો જમા કરાવી હતી.

    ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારની સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખામાં એક ખાતેદારે પોતાના ખાતામાં ડુપ્લીકેટ નોટો જમા કરાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ ખાતેદારે પોતાના ખાતામાં રૂ.પ૮ હજારના મુલ્ય માટે રૂપિયા 2000ની 29 ડુપ્લીકેટ ચલણી નોટો જમા કરાવી હતી.

    માર્ચ મહિનાની શરૂઆતમાં રૂ.૨ હજારના દરની ૨૯ ડુપ્લીકેટ નોટો બેંકના સીડીએેમ મશીન મારફત પોતાના સેવીંગ ખાતામાં જમા કરાવ્યાનું બેંકની કામગીરી દરમ્યાન નજરે ચઢ્યું છે.

    બેંકની તપાસમાં સુત્રાપાડા તાબાના ખેરા ગામે રહેતા કુલદીપ ખેર દ્વારા પોતાના બચત ખાતામાં ભરી હોવાનું સાબિત થતાં ખળભળાટ મચી ગયો છે. બેંક અધિકારી દ્વારા ખાતેદાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેવું એએસપીએ કહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply