દ્વારકાની ગોમતી નદી ચોખ્ખી કરવાનું અભિયાન હાથ ધરાયું
Live TV
-
સુજલામ સુફલામ્ જળયોજના અંતર્ગત ગોમતી નદી ચોખ્ખી કરવાનું અભિયાન હાથ ધરાયું હતું.
દ્વારકાની પવિત્ર ગોમતી નદીનાં કાંઠે 58મા ગુજરાત સ્થાપના દિવસે સુજલામ સુફલામ્ જળયોજના અંતર્ગત ગોમતી નદી ચોખ્ખી કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. ચોમાસું બેસે તે પહેલા જળસંચયનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે, જેમાં તળાવ ઊંડા કરવા અને તેના ઓવારાની સફાઈ, ચેકડેમ અને જળાશયોનું ડિસિલ્ટિંગ તથા નદીઓને પુનઃજીવિત કરવા માટે આયોજનો હાથ ધરવામાં આવશે.
દ્વારકામાં સુજલામ સુફલામ્ જળ યોજના અંર્તગત જળસંચય યોજના તળે, પવિત્ર ગોમતી નદીમાંથી 25 થી 35 હજાર મેટ્રિક ટન કાંપને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામનો પ્રારંભ પહેલી મે, ગુજરાત સ્થાપના દિવસથી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં માજી કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ભાજપ પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ કણઝરિયા તથા ધારાસભ્ય પબુભા માણેક હાજર રહ્યા હતા.
