Skip to main content
Settings Settings for Dark

દ્વારકાઃ કલાકારે નૃત્ય કરતાં કરતાં માત્ર 3 મિનિટમાં દોર્યાં ગાંધીજી, નોંધાવ્યો રેકોર્ડ

Live TV

X
  • હિતેન ઠાકર દ્વારા આશરે ૨૬૩ ફૂટ જમીન પર ગીતો પર ડાન્સ કરતા કરતા ચિત્ર બનાવવામાં આવ્યું હતું.

    દ્વારકા ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે દ્વારકાના ડાંસર તરીકે ખ્યાતિ પામેલા હિતેન ઠાકરે વ્રજ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી પોતાનું નામ રોશન કર્યું હતું. હિતેન ઠાકર દ્વારા આશરે ૨૬૩ ફૂટ જમીન પર ગીતો પર ડાન્સ કરતા કરતા ચિત્ર બનાવવામાં આવ્યું હતું.

    ઠાકરે સફેદ કલરના કાપડ પર ડાન્સ કરતાં કરતાં ગાંધીજીને યાદ કરી તેમના ચશ્મા અને રેંટિયો વગેરે વસ્તુઓનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. ઠાકરે આ ચિત્ર માત્ર 3 જ મિનિટમાં એક જ કાપડ પર એક જ કલરથી બનાવી દીધું હતું.

    ઠાકરની કારીગરી અને કળાને હાજર રહેલ જન મેદનીએ બિરદાવી હતી. આ માટે રતલામથી વ્રજ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને રેકોર્ડની નોંધ લીધી હતી. બાદમાં અધિકારીઓ દ્વારા ઠાકરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દ્વારકાની જનતાની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ અને નગરપાલિકાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply