સાપુતારાઃ બસ ખાડામાં ખાબકતાં 2 બાળકો- 2 મહિલાઓના મોત
Live TV
-
સાપુતારા ખાતે બસ અકસ્માતની દુર્ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા છે.
સાપુતારા ખાતે બસ અકસ્માતની દુર્ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા છે. આ બસ નવસારીથી સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા જઈ રહેલી ખાનગી બસને સાપુતારાથી દૂર અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા.
આ બસ સાપુતારાથી 7 કિમી દૂર ઉંડા ખાડામાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બે મહિલાઓ તથા એક બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
અકસ્માતમાં અન્ય ઘાયલ મુસાફરોને આહવાની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં તેમને નવસારી ખસેડવામાં આવ્યા હતા. આ બસના તમામ મુસાફરો જલાલપોર તાલુકાના ભીનર ગામના પટેલ ફળિયાના રહેવાસીઓ હતા.
આ બસ દુર્ઘટનામાં બે બાળકોના અને બે મહિલાઓના મોત થયા છે. મૃતકોમાં તનય પંકજ પટેલ (૫ વર્ષ), જેનિલ મુકેશ પટેલ (૧૦ વર્ષ) નામના બે બાળકોનો સમાવેશ થાય છે.
