કોરોના મહામારીનો કહેર હળવો થતા રાજકોટ એરપોર્ટની એર ફ્રિકવન્સીમાં વધારો
Live TV
-
કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. સાથોસાથ રાજકોટ એરપોર્ટની એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ ફ્લાઈટ સેવાનો પ્રારંભ થતા દિવસભર 6 ફ્લાઈટનું આગમન થશે. જેમાં સૌપ્રથમવાર 42 મુસાફરો સાથે રાજકોટથી ગોવાની ફલાઈટ શરુ થતાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. એસ ઈ જે 3750 ગોવા-રાજકોટ-હૈદરાબાદ ફ્લાઈટ ગોવાથી ઉપડી રાજકોટ એરપોર્ટ સાંજે 17.25 કલાકે લેન્ડ થઇ હતી અને 17.45 કલાકે હૈદરાબાદ જવા ટેક ઓફ થઇ હતી...
