કોરોના સંકટ: અમદાવાદમાં ચાની ચુસ્કી બંધ
Live TV
-
અમદાવાદમાં મનપાની ટીમ દ્વારા શહેરના સાત ઝોનના 48 વોર્ડમાં આવેલ ચાની લારીઓ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 32 દુકાન સીલ કરવામાં આવેલ છે.તેમજ 1 હજાર 124 જેટલા કીટલી માલિકોને કોરોનાની ગંભીરતા સમજાવતાં તેઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે મનપાએ અનેક વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવાનું શરૂ કર્યું હતું. જો કે, હજુ સુધી તંત્ર દ્વારા કેટલા દિવસ માટે કીટલીઓ બંધ કરવામાં આવી તેવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સીલ કરેલા એકમોમાં પૂર્વ ઝોનમાં 8 પશ્ચિમમાં સાત ઉત્તરમાં 8 દક્ષિણમાં 3 અને દક્ષિણ પશ્ચિમમાં 6નો સમાવેશ થાય છે.
