Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણને પગલે સોમનાથમાં ભગવાનના દર્શન માટે પ્રિ-રજિસ્ટ્રેશન જરૂરી, ડાકોરજીનું મંદિર ૩૧મી જુલાઈ સુધી દર્શન માટે બંધ

Live TV

X
  • કોરોના સંક્રમણને પગલે નાગેશ્વર મંદિરમાં આરતી સમયે ભક્તોને નહી મળે પ્રવેશ, સોમનાથમાં ભગવાનના દર્શન માટે પ્રિ-રજિસ્ટ્રેશન છે જરૂરી, તો કુબેરભંડારી મહાદેવ અને ડાકોરજીનું મંદિર ૩૧મી જુલાઈ સુધી દર્શન માટે રહેશે બંધ

    આવતીકાલ મંગળવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાનો છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવની આરાધનાના મગ્ન રહેતાં હોય છે. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના સમય તથા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. દ્વારકાથી આશરે ૧૮ કિલોમીટર દૂર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગનાં મંદિરમાં દર શ્રાવણ માસમાં ભક્તોનો જમાવડો થાય છે. દર સોમવારે ભક્તો નાગેશ્વર મંદિરે પહોંચીને સવારે પાંચ વાગે થતી મંગળા આરતીનો લાભ લેતા હોય છે. પરંતુ આં વખતે કોરોનાના કારણે નાગેશ્વર મંદિરમાં આરતી સમયે ભક્તોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભક્તો માટે દર્શનનો સમય સવારે ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ભગવાન શિવના દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply