ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વહિવટી કામગીરીના માળખાને મજબુત બનાવવા જરૂરી સુવિધાઓનું ઇ-લોકાર્પણ
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વહિવટી કામગીરીના માળખાને મજબુત બનાવવા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં 9.96 કરોડના ખર્ચે બનેલા તાલુકા સેવા સદનનું અને થાનગઢ નગરપાલિકા દ્વારા રૂપિયા ૧૮.૧૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૪૧૬ આવાસોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાટડી વિસ્તાર અર્થક્વેક ઝોન 4 માં આવતો હોવાથી નવા તાલુકા સેવા સદન ભવનને ભૂકંપપ્રુફ બનાવવામાં આવ્યું છે. અહીં જુદી- જુદી કચેરીઓ એક જ બિલ્ડીંગમાં આવી જતાં તાલુકા કક્ષાએ સરકારની કામગીરી સરળ અને ઝડપી બનશે. એ જ રીતે 'ઘર વિહોણા પરિવારોના ઘરના ઘર સ્વપ્ન'ને સાકાર કરવા માટે થાનગઢ નગરપાલિકા દ્વારા ગરીબ અને ઘર વિહોણા લોકોને આવાસ મળી રહે તે માટે મનડાસર રોડ પર 352 આવાસ અને વાલ્મીકી વાસમાં 64 આવાસ મળીને 416 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. એક રૂમ, રસોડુ અને હૉલવાળા આ ઘરમાં લાઇટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. તેમજ બાળકો માટે રમત-ગમતના સાધનો સાથે પ્લે-ગ્રાઉન્ડ, આંગણવાડી, પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
