કોવિડ વિજય રથ પહોંચ્યો નર્મદા જિલ્લામાં, લોકોમાં જાગૃતિ લાવવાનું કરશે કામ
Live TV
-
ગુજરાતના તમામ જિલ્લાઓના ગામડાઓ સુધી કોરોના જાગૃતિ સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે સઘન પ્રયાસ થઇ રહ્યા છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો તેમ જ યુનિસેફ દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ વિજય રથ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
તે અંતર્ગત આદિવાસી જિલ્લા નર્મદામાં વિજય રથ કૂચ આવી પહોંચતાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રથ નું સ્વાગત થયું હતું. પ્રતાપનગર ગામથી નીકળીને આસપાસના ગામમાં કોરોના અંગેની જનજાગૃતિ ફેલાવવા કલાકારો દ્વારા ગીત સંગીત અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન થયું હતું.
સરળ ભાષામાં કાર્યક્રમો રજૂ થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું મહત્વ સમજાવવા પ્રયાસ થયો હતો. જીલ્લ્લાના નાયબ આરોગ્ય અધિકારી વિપુલભાઈ ગામીત , બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન તેમ જ આરોગ્ય કર્મચારીઓએ પણ આ પ્રસંગે લોકોને મહામારીથી બચવા જરૂરી પગલાં લેવા સમજાવ્યા હતા. ગામના લોકોએ જણાવ્યું હતું કે આ રથની મદદથી સરળ ભાષામાં કોરોનાથી બચાવ અંગેની માહિતી મળી હતી.
