PM મોદીના આગામી જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહનું આયોજન, કમલમ ખાતે થઈ બેઠક
Live TV
-
આગામી 17 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યકમો આયોજન કરવામાં આવ્યું છે. આયોજન સફળ રીતે યોજાય તે માટે આજે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ અગ્રણી આઈ.કે. જાડેજા વગેરેની ઉપસ્થતિમાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી.
17 સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની 70મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત 'સેવા સપ્તાહ' અંતર્ગત આજરોજ 14 સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપા સંગઠનના હોદ્દેદારો, સરકારના મંત્રીઓ, ભાજપા અગ્રણીઓ તેમજ જિલ્લા અને મહાનગરોમાં સ્થાનિક ભાજપા પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્ય, ગરીબોને અનાજ વિતરણ, દર્દીઓને ફળ વિતરણ, દિવ્યાંગજનોને સહાય સહિતના વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા.
આજરોજ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા વડોદરા ખાતે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય કરવામાં આવ્યું.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ દ્વારા આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો તેમજ પેટલાદ ખાતે 'કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સ્થાનિક જરૂરિયાત મંદોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સેવા અને જનજાગૃતિના કાર્ય સાથે કરવા ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લા-મહાનગર-મંડલમાં ભાજપા કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે, પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે.
