કોશીસ કરને વાલો કી કભી હાર નહિ હોતી : હાથ-પગ ગુમાવ્યા છતા ધોરણ 10માં મેળવ્યા 98.53 પર્સેન્ટાઇલ
Live TV
-
11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર વિધાર્થીએ મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી.
11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર વડોદરાના એક વિદ્યાર્થીએ ધોરણ 10માં 98.53 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. શિવમે ધો-10ની રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી. પરિણામથી હું ખુબ જ ખુશ શિવમને આ પરિણામથી હિંમત વધી છે. શિવમનું કહેવું છે કે ભલે મારા હાથ-પગ નથી. પરંતુ, હું ડોક્ટર બનીને મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ.
શિવમ વડોદરાના બરાનપુરા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. શિવમ જ્યારે 11 વર્ષનો હતો. ત્યારે પતંગ પકડવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તે પોતાના બંને હાથ-પગ ગુમાવ્યા હતા. પતંગની જેમ આકાશે ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયો હતો. માતા-પિતાને શિવમ સાથે બનેલી અણધારી ઘટના સ્વિકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. શિવમના પિતા કિશનભાઇ સોલંકી નોકરી કરતા હોવાથી શિવમની જવાબદારી માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. બંને હાથ-પગ ગુમાવી દીધા બાદ નાસી પાસ થઇ ગયેલા શિવમને હિંમત આપી હતી અને શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી. અને હવે શિવમે ધો-10ની 98.53 પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યુ છે. શિવમના પરિવારમાં આજે ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.
