દુરંતો ટ્રેનને રાજકોટથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
રાજકોટની જનતાને હવે દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવાનો લ્હાવો મળશે. દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ ખાતે મુંબઈ દુરંતો ટ્રેનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલતી સંપૂર્ણ વાતાનુકૂલિત દૂરંતો એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની મંજૂરી મળતા સૌરાષ્ટ્રને મળેલી આ સૌ પ્રથમ સંપૂર્ણ વાતાનુકૂલિત અને ઝડપી ટ્રેન છે. જેમાં રાજકોટથી મુંબઇ વચ્ચેનું 737 કિલોમીટરનું અંતર 11 કલાકમાં પૂરું કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ટ્રેન સુવિધાથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
