ધોરણ 10નું 67.50 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ
Live TV
-
ધોરણ 10ની બોર્ડ પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. કુલ 790240 વિદ્યાર્થીઓમાંથી 67.50 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 80.6 ટકા પરિણામ. દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 37.35 ટકા પરિણામ.
જૂનાગઢ જિલ્લાનું ખોરાસા કેન્દ્ર 96.93 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવનાર કેન્દ્ર છે. જ્યારે દાહોદ જિલ્લાનું સુખસર 5.93 ટકા સાથે રાજ્યનું સૌથી ઓછું પરિણામ ધરાવનાર કેન્દ્ર છે. ગત વર્ષે રાજ્યમાં 68.24 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવનાર શાળાઓની સંખ્યા 368 છે, જે 2017માં 451 હતી. કુલ 6,378 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 33,956 વિદ્યાર્થીઓએ એ-2, 72,739 વિદ્યાર્થીઓએ બી-1 અને 127110 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો હતો. કુલ 63.73 ટકા છોકરાઓ અને 72.69 ટકા છોકરીઓ પાસ થઈ છે.
368 શાળાનું 100 ટકા પરિણામ
65.16 ગુજરાતી માધ્યમ નું પરિણામ
90.92 ટકા અંગ્રેજી માધ્યમ નું પરિણામ
72.69 ટકા વિદ્યાર્થિનીઓ પાસ
62.73 ટકા વિદ્યાર્થીઓ પાસ
A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6378
A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956
B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 72,739
B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110
C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350જિલ્લાવાર ટકાવારી
સુરત 80.06%
જૂનાગઢ 78.33%
રાજકોટ 75.92%
મોરબી 73.59%
ડાંગ 72.50%
અમદાવાદ શહેર 72.42%
દેવભૂમિ દ્વારકા 71.60%
જામનગર 71.28%
મહેસાણા 71.24%
અમદાવાદ ગ્રામ્ય 70.77%
દમણ 70.71%
નવસારી 70.64%
ગાંધીનગર 70.23%
ભરૂચ 70.14%
ભાવનગર 69.17%
ગીર સોમનાથ 69.16%
બોટાદ 68.40%
કચ્છ 68.30%
સુરેન્દ્રનગર 67.76%
બનાસકાંઠા 66.86%
વલસાડ 66.58%
વડોદરા 66.00%
અમરેલી 65.51%
પોરબંદર 62.81%
પાટણ 62.04%
નર્મદા 60.79%
આણંદ 60.33%
સાબરકાંઠા 60.13%
દાદરાનગર હવેલી 59.31%
પંચમહાલ 58.41%
તાપી 58.37%
ખેડા 58.27%
અરાવલ્લી 56.95%
દીવ 55.80%
છોટાઉદેપુર 49.06%
મહીસાગર 48.85%
દાહોદ 37.35%
