કૌશલ્યા યુનિવર્સિટી અને અદાણી ગ્રુપ વચ્ચે MOU:સ્કિલ ડેવલપમેન્ટને મળશે વેગ
Live TV
-
ગુજરાતમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સંસ્થાએ ભાગીદારી કરી છે.
યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ”હેઠળ નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ગાંધીનગર ખાતે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા."સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડીંગ એન્ડ ટ્રેનિંગ" (વર્ષ 2025-26માં મંજૂર) નો ઉદ્દેશ્ય ઉદ્યોગગૃહોના સહયોગથી મૂડી અને સંચાલન ખર્ચ સાથે બદલાતી ટેકનોલોજીને અનુરૂપ તાલીમ કાર્યક્રમો ચલાવવાનો છે.અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા શિલજ કેમ્પસ ખાતે નીચેના મુખ્ય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.આ સહયોગ ગુજરાતમાં યુવાનોને ઉદ્યોગોની માંગ અનુસાર કૌશલ્ય પ્રદાન કરવા અને તેમને તાત્કાલિક રોજગાર માટે તૈયાર કરવાના લક્ષ્યને મજબૂત બનાવશે.
