Skip to main content
Settings Settings for Dark

સરદાર પટેલના વિઝનને જીવંત રાખવા 'સરદાર @150 યુનિટી માર્ચ': નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં 14 કિલોમીટરની 'યુનિટી માર્ચ'માં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે સરદારના યોગદાનને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએમ મોદીએ પ્રતિમા અને માર્ચ દ્વારા તેમના ઇતિહાસને જીવંત રાખ્યો છે. સંઘવીએ લોકોને સરદાર સાહેબના સોમનાથ સંકલ્પ અને વિકસિત ભારત માટે સ્વદેશી અપનાવવા માટે આહવાન કર્યું હતું.

    ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસર પર આયોજિત "સરદાર @150 યુનિટી માર્ચ" અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા ખાતે પદયાત્રામાં સહભાગી થયા હતા. તેમણે વરણમા વિસ્તારથી મેનપુરા સુધીની આશરે 14 કિલોમીટરની લાંબી પદયાત્રા એક સામાન્ય પદયાત્રી તરીકે પૂર્ણ કરી.

    પદયાત્રા પૂર્ણ કર્યા બાદ મેનપુરા ખાતે આયોજિત 'સરદાર ગાથા' કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સંબોધિત કર્યા હતા અને સરદાર સાહેબના જીવન કવન, નિર્ણાયક નેતૃત્વ અને દેશ માટેના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરદાર સાહેબના મક્કમ નિર્ણય અને અથાક પ્રયત્નોનું પરિણામ છે કે આજે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વિઝા લેવા પડતા નથી. તેમણે દેશને એક તાંતણે બાંધવામાં સરદાર સાહેબની દૂરંદેશીને સલામી આપી.

    નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રચીને સરદાર સાહેબના કાર્યો, યોગદાનો અને નિર્ણયોને દેશના યુવાનો સુધી ન પહોંચવા દેવા માટે વર્ષો સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સરદારના વિચારો અને ઉપલબ્ધિઓને દબાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે માત્ર સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) બનાવીને જ નહીં, પરંતુ 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ દ્વારા સરદારના ભવ્ય ઇતિહાસ અને સ્મૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ દેશભરના બાળકોથી યુવાનો સુધી આ ગાથા પહોંચાડવાનું માધ્યમ બન્યો છે. તેમણે સરદાર સાહેબના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના ઐતિહાસિક સંકલ્પને યાદ કર્યો, અને જણાવ્યું કે વર્તમાન સોમનાથ મંદિર સરદાર સાહેબના આ સંકલ્પનું જ પરિણામ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' ના સંકલ્પને સાકાર કરવા માટે નાયબ મુખ્યમંત્રીએ સૌને એક થઈને મહેનત કરવા અને આત્મનિર્ભર બનવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, "આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો મક્કમ નિર્ણય લેવાનો છે, સ્વદેશી એટલે કે જે ચીજવસ્તુની બનાવટમાં ભારતના લોકોનો પરસેવો હોય."

    આ યાત્રા જે જે ગામમાંથી પસાર થઈ ત્યાંના ગ્રામજનોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરદાર સાહેબના સંકલ્પો પૈકી એક ઐતિહાસિક સંકલ્પ લેવા માટે આહવાન કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply