ખાટી-મીઠી રસસભર સ્ટ્રોબેરી મહારાષ્ટ્રની સાથે હવે ગુજરાતનાં ડાંગની ઓળખ બની
Live TV
-
ખાટી-મીઠી રસસભર સ્ટ્રોબેરી મહારાષ્ટ્રની સાથે હવે ગુજરાતનાં ડાંગની ઓળખ બની ગઈ છે,ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવવા લાગ્યા છે.
ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીનાં આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવવામાં સફળતા મેળવી છે,જેનુ ઉત્તમ ઉદાહરણ ડાંગનાં ખેડૂતો પુરૂ પાડી રહ્યા છે.
ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરી નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અહીં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરી ની ખેતી કરવાથી ડાંગના બજારોમાં સ્ટ્રોબેરી નું વેચાણ થઈ રહ્યું છે. ચાલુુુ વર્ષે જુદા જુદા ખેડૂતોએ મળીને ડાંગ જિલ્લામાં મોટાપ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે અને તેઓ વેચાણ માટે આહવા વઘઇ અને સાપુતારાના બજારમાં વેચી રહ્યા છે. આ વર્ષે ગલકુંડ,બોરી ગાવઠા બરડ પાણી, ભૂરા પાણી, નાની દભાસ અને મોટી દભાસ, બરમ્યાવડ જેવા ગામો માં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે. બાગાયત ખાતા દ્વારા નેશનલ હોર્ટિકલ મિશન યોજના અંતર્ગત પ્રતિ ખેડૂત 62,500 ની સહાય પણ ચૂકવવામાં આવે છે.
