Skip to main content
Settings Settings for Dark

ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદન પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય

Live TV

X
  • ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત સરકારે ખાદી અને પોલિવસ્ત્રના વેચાણને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા 2 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર, 2026 સુધી માન્ય સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્ર પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે.

    આ યોજનાનો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફતે ખરીદી વખતે વળતર સ્વરૂપે મળશે. રાજ્યની 220થી વધુ માન્ય ખાદી સંસ્થાઓ સાથે સંકળાયેલા 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને તેનો લાભ મળવાની શક્યતા છે.ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવા અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં 2થી 7 ઑક્ટોબર, ભરૂચમાં 1થી 10 ઑક્ટોબર અને વડોદરામાં 11થી 17 ઑક્ટોબર દરમિયાન મેળા યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply