ખાધ નિગમના અધિકારી ઓમ પ્રકાશે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ઉમરેચા ગામની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, માં વાત્સલય યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ મળવવા લોકોને કરી અપીલ.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે ભારતીય ખાધ નિગમના અધિકારી ઓમ પ્રકાશે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગ મુલાકાત લીઘી હતી. રાજ્યમાં ગ્રામ સ્વરાજ અભિયાનમાં 96 ગામોમાં પસંદ થયેલ છે જેમાંથી મહેસાણા જિલ્લાનું ઉમરેચા ગામ પસંદ કરવામાં આવ્યું છે.05 મે સુધી ચાલનાર વિવિધ કાર્યક્રમો અતંર્ગત ઉમરેચા ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી તે માટે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
ઉમરેચા ગામની મુલાકાત લેતા ઓમ પ્રકાશે જણાવ્યું હતુ કે સરકારનો હેતુ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે.ગામમાં એક પણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે જાવાનું કામ આપણે સૌએ કરવાનું છે.ઉમરેચા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના,ઉજજવલા યોજના,મા વાત્સલય યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ મળવો જોઇએ. ઓમ પ્રકાશે જિલ્લાના અધિકારીઓને ઉમરેચા ગામનો સર્વે કરી વિવિઘ યોજનાઓનો લાભ આપવા સુચન કર્યું હતું. નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૮ થી તા. ૫મી મે, ૨૦૧૮ સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે., આ અભિયાન અંતર્ગત 20 એપ્રિલે સ્વચ્છ ભારત દિવસ, ઉજજવલા દિવસ, તા.૨૪મીના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, તા.૨૮મીના રોજ ગ્રામ સ્વરાજ દિવસ, તા. ૩૦મીના રોજ આયુષમાન ભારત દિવસ, તા.૨જી મેના રોજ કિસાન કલ્યાણ દિવસ અને તા.૫મી મેના રોજ આજીવિકા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરાયું છે જેનો લાભ લેવા ગ્રામજનોને અનુંરોધ કર્યો હતો. ઉમરેચા ગામમાં યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરાયા હતા જેનું નિરાકરણ સંબધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓને તેમના વિભાગની યોજનાઓ સંબધિત લાભાર્થીને મળી રહે તે જોવા સુચન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી સૌભાગ્યસ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મિશન ઇન્દ્રધનુષ, વિધવા સહાય, વૃધ્ધ સહાય, સંકટ મોચન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા કાર્ડ યોજના, મા વાત્સલય યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળના લાભાર્થીઓને લાભાન્વિત કરવાની સાથે શૌચાલયયુકત ગામની પરિકલ્પનાને સાકાર કરવાની સાથે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહેવા ન પામે તે જોવાનો અનુંરોધ કરાયો હતો.
