ભાવેણાના ૨૯૬માં જન્મદિનની ભાવભેર ઉજવણી કરાઇ
Live TV
-
ભાવનગર જન્મોત્સવ સમિતિ તથા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ત્રિદિવસીય ગંગાજળીયા કાર્નિવલ ઉત્સવ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમા સંપન્ન.
૧૮ એપ્રિલના રોજ મોડી રાત્રે ભાવનગર જન્મોત્સવ સમિતિ તથા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ત્રિદિવસીય ગંગાજળીયા કાર્નિવલ ઉત્સવ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી આર. સી. ફળદુ, મંત્રી ઈશ્વર પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમા સંપન્ન થયો હતો.
આ પ્રસંગે મહાનુભાવોએ ભાવેણાના ૨૯૬માં જન્મદિન નિમિત્તે તૈયાર કરાયેલ કેક કાપી આ કેક ભુલકાઓને વહેંચી હતી. મહાનુભાવોએ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. ભાવેણાના યુવરાજ જયવિરરાજસિંહએ પણ પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. ગૌરીશંકર સરોવર-બોરતળાવ ખાતે તા. ૧૬થી શરૂ થયેલ કાર્યક્રમમાં ભાવેણાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. જાજરમાન કલાકાર કિર્તિદાન ગઢવી, હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા સહિતના કલાકારોએ સુંદર કાર્યક્રમો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમા મોટી સંખ્યામા લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન, ગુજરાત યુવા ભાજપ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ, મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર શ્રીમતી નિમુબેન, શહેર અગ્રણી સનતભાઈ, નગરસેવકો, શહેર સંગઠનના હોદ્દેદારો, નગર શ્રેષ્ઠીઓ સહિત લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
