Skip to main content
Settings Settings for Dark

વિજયભાઇ રૂપાણીએ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવાશકિતને આહવાન કર્યું

Live TV

X
  • ગુજરાત પોલીસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડમાં અમદાવાદ શહરે પોલીસ દળમાં જોડાઇ રહેલા ર૩૦૧ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવા-યુવતિઓને દિક્ષાંત પ્રવચન મુખ્યમંત્રીએ આપ્યું.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવાશકિતને આહવાન કર્યું છે કે, ભારતના બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તાનો ઉપયોગ સમાજની સલામતી, શાંતિ અને સુરક્ષા માટે તેઓ કરશે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડમાં અમદાવાદ શહરે પોલીસ દળમાં જોડાઇ રહેલા ર૩૦૧ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવા-યુવતિઓને દિક્ષાંત પ્રવચનમાં આહવાન કર્યું હતું.

    વિજયભાઇ રૂપાણીએ જોમ-જુસ્સાથી તરવરતા આ લોકરક્ષકોને પ્રેરણા આપતાં કહ્યું કે, ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા-શાખ દેશભરમાં સર્વોચ્ચ છે. પાતાળમાંથી પણ ગૂનેગારને શોધી કાઢી તેને સજા-દંડ કરાવવાની આપણી પોલીસની છબિને આ લોકરક્ષક કર્મીઓ ગૂનેગારોને નશ્યત કરવાના પગલાં સાથે વધુ ઉજાળશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના જાન-માલની રક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતીની સુદ્રઢતા માટે પાયાના કર્મયોગી એવા આટલી મોટી સંખ્યામાં લોકરક્ષકની તાલીમ કસોટીની એરણે ખરા ઉતરીને પારદર્શી ભરતીથી અમદાવાદ શહેર પોલીસ વધુ સક્ષમ બન્યું છે. તેમણે ઉમેર્યુ કે, પોલીસ પ્રત્યે સમાજ સુરક્ષાના ભાવની શ્રધ્ધાથી જૂએ છે ત્યારે આ નવપ્રશિક્ષિત લોકરક્ષકો પણ પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખીનું સેવાદાયિત્વ દાખવી પ્રજા માટે પોલીસ છે તેવી અનૂભુતિ કરાવે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં ભૂતકાળમાં અમદાવાદ, પોરબંદર, સુરત જેવા શહેરોના ઇલાકાઓ-નગરો ગૂનેગારોના નામે અને તેમની ધાકથી ઓળખાતા હતા તેવી સ્થિતીમાંથી હવે રાજકીય ઇચ્છાશકિત, સરકારની સંકલ્પબધ્ધતા અને પોલીસ દળના આત્મ વિશ્વાસ-મોરલને કારણે રાજ્યમાં ગૂનેગારો ઊંચી આંખ કરીને પણ જોઇ શકતા નથી તેવી સ્થિતીનું આપણે નિર્માણ કર્યુ છે. વિજયભાઇ રૂપાણીએ આ નવનિયુકત લોકરક્ષકોને વંચિત, પીડિત, શોષિત, ગરીબ જરૂરતમંદ પ્રત્યે માનવી સંવેદનાસભર અભિગમ દાખવી તેને કોઇ ખોટી પરેશાની-હેરાની ન થાય તે વાત સમગ્ર સેવાકાળ દરમ્યાન હૈયે રાખવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય પોલીસ દળને વધુ કાર્યક્ષમ અને ટેકનોસેવી યુવાશકિતથી સમૃધ્ધ કરવા ગત એકજ વર્ષમાં ૧૮૦૦૦ જેટલા પોલીસ કર્મીઓની ભરતી પારદર્શી પધ્ધતિએ કરી છે. વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોલીસ દળને આધુનિક ગૂનાખોરીના પડકારોને પહોચી વળવા સક્ષમ બનાવવા પોકેટ કોપ પ્રોજેકટ, સીસીટીવી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલ જેવા ટેકનોલોજીયુકત આયામો અપનાવાયા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે આઠ માસની આકરી તાલીમ પશ્ચાત પોલીસ દળમાં જોડાઇ રહેલા આ નવયુવાઓને તાલીમ પૂરી પાડનારા પોલીસ અધિકારીઓને પણ આ અવસરે બિરદાવ્યા હતા. અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી મોહન ઝા એ જણાવ્યું કે, અમદાવાદમાં એક સાથે ૨૩૦૧ જેટલા લોકરક્ષકદળના જવાનો જોડાવાથી શહેરની શાંતિ-સુરક્ષા અને સલામતિમાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આટલા બધાં તાલીમાર્થીઓને એક સાથે સઘન તાલીમ આપવી એક પડકાર હતો છતાં આઠ મહિનાની સઘન તાલીમ દ્વારા આ તાલીમાર્થીઓને પોલીસ બેડામાં સામેલ થવા સુસજ્જ બનાવ્યા છે. આ દિક્ષાંત પરેડ સમારોહ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્ય સર્વ અરવિંદભાઇ પટેલ, પ્રદિપભાઇ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, અધિક કમિશનર વિપુલ અગ્રવાલ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાલીમાર્થીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply