Skip to main content
Settings Settings for Dark

ખાનગી શાળાઓ પાછળ દોડતા વાલીઓનો ભરોસો હવે સરકારી શાળાઓ પર દ્રઢ થયો

Live TV

X
  • ખાનગી શાળાઓ પાછળ દોડતા વાલીઓનો ભરોસો હવે સરકારી શાળાઓ પર દ્રઢ થયો

    એક સમય હતો જ્યારે વાલીઓ મોંઘી ખાનગી શાળાઓ પાછળ દોડતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. સરકારી શાળાઓમાં આવેલા ક્રાંતિકારી બદલાવને કારણે વાલીઓનો ભરોસો હવે સરકારી શિક્ષણ પર દ્રઢ બન્યો છે. માત્ર અમદાવાદ જિલ્લામાં જ વર્ષ 2025-26 દરમિયાન 4817 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય સરકારના 'મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ'હેઠળ કાયાકલ્પ પામેલા વર્ગખંડો સામાન્ય પરિવારના બાળકોને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે ઉજ્જવળ ભવિષ્યની નવી દિશા પૂરી પાડી રહ્યા છે.

    અત્યાધુનિક સુવિધાઓ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ:

    અમદાવાદની થલતેજ પ્રાથમિક શાળા-2 આજે આધુનિક શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની ચૂકી છે. અહીં વિદ્યાર્થીઓ માટે 'ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ્સ', સ્માર્ટ બોર્ડ તેમજ સાયન્સ, મેથ્સ અને રોબોટિક્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે બાળકોને ટેક્નોલોજી-સજ્જ બનાવી રહી છે.

    સર્વાંગી વિકાસ અને પૌષ્ટિક આહાર: 

    માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ અભ્યાસની સાથોસાથ વિશાળ મેદાનમાં રમતગમત અને સંગીતની તાલીમ પણ અપાય છે. ઉપરાંત, સવારે પૌષ્ટિક દૂધ-નાસ્તાથી લઈને ગુણવત્તાસભર મધ્યાહ્ન ભોજન દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને સર્વાંગી ઘડતર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

    વાલીઓ અને શાળાના આચાર્યોના જણાવ્યા અનુસાર, સરકારની આ સકારાત્મક પહેલથી સામાન્ય વર્ગના બાળકોને પણ ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને સુવિધાઓ નિઃશુલ્ક મળી રહી છે. આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના આ અદ્ભુત સમન્વયથી સરકારી શાળાઓ આજે ખાનગી શાળાઓને પણ મ્હાત આપીને હજારો બાળકોના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા બની રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply