Skip to main content
Settings Settings for Dark

ખેડાઃશિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓ માટે ડિઝિટલ હોમ લર્નિગ વ્યવસ્થા ઉભી કરાઈ

Live TV

X
  • કોરોનાની મહામારીમાં સરકારી અને ખાનગી શાળામાંથી શિક્ષણ માટે ઓનલાઇન વર્ગો ચાલતા રહ્યા છે. બાળકો ટેકનોલોજીના અભાવે તે શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટે સરકારે ડિઝિટલ હોમ લર્નિગ વ્યવસ્થા ઉભી કરવા પ્રયાસ કર્યો છે. આ કાર્યમાં મદદરૂપ થવા નડિયાદની મધરકેર સ્કૂલ દ્વારા એક નવતર અભિગમ હાથ ધર્યો છે. શાળાના શિક્ષકો જે વિસ્તારમાં રહે છે તેની આજુબાજુના વિસ્તારમાં શિક્ષણ આપીને શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહ્યા છે. આ શિક્ષકો પ્રત્યક્ષ શિક્ષણ ઉપરાંત સાહિત્ય પણ નિઃશુલ્ક આપી રહ્યા છે. એક મહિનાથી આ અભિયાન ચાલી રહ્યું છે. જે બાળકોના ઘેર મોબાઇલ, ટેબલેટ, લેપટોપ જેવા ડીઝીટલ સાધનો નથી તેવા વિદ્યાર્થીઓ માટે મધર કેર શાળાના શિક્ષકો સરકારી ગાઇડલાઇનું પાલન કરી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહ્યા છે. વાલી અને બાળકો તેથી રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply