અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રીક રીક્ષા શરૂ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક દિવસ પહેલાં ઇલેક્ટ્રીક બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને પીપીપી મોડલ હેઠળ ઇ- પ્રોજેક્ટ હેઠળ ઇ-રીક્ષા શરૂ કરી છે. પ્રથમ ચરણમાં શિવરંજનીથી પ્રહલાદનગર વચ્ચે ઇ- રીક્શા શરૂ કરી હતી. તેનું ભાડું 10 રૂપિયા નક્કી થયેલું છે.બસમાંથી ઉતરીને લોકોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મળે તે હેતુસર આ ઇ- રીક્શા સેવા શરૂ કરવામાં આવી છે. ઇ-રીક્ષાથી પ્રદુષણ ઓછું ફેલાય છે અને વાજબી દરે પ્રવાસીઓને સેવા પણ મળી રહે છે.
