ભાવનગર: ઉચ્ચતર માધ્યમિક બોર્ડની રીપીટરની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો
Live TV
-
ભાવનગર શહેરનાં નિલમબાગ સર્કલ પાસે આવેલ સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં અંગ્રેજી વિષયનો પેપર આપી રહેલ ડમી વિદ્યાર્થી ઝડપાયો. ગૌતમ બારૈયા નામના વિદ્યાર્થીની જગ્યાએ ઋષિક જાની નામનો વ્યક્તિ પરીક્ષા આપી રહ્યો હતો. ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હોવાની જાણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના યુવા પ્રમુખને થતાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ડમી વિદ્યાર્થીની જાણ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ભાવનગર DEO કચેરીને કરવામાં આવી હતી. હાલ સ્કૂલમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ રીપીટર પરીક્ષા આપી રહ્યા છે
