Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે જૂનાગઢનાં પ્રવાસે

Live TV

X
  • જૂનાગઢ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૨૯ જુલાઇના રોજ જૂનાગઢના એક દિવસના પ્રવાસે છે. આવતીકાલે રાજ્યપાલ કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી 11 કલાકે રોપ-વેના માધ્યમથી ગીરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન પુજન માટે જશે અને ત્યારબાદ 11:55 કલાકે ઉપરકોટની મુલાકાત લેશે. બપોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2.30 કલાકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લઇ અહિંની પ્રવૃતિનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ ૩ કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરીયમ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજીત સુભાષ પાલેકર કૃષિ આધારિત આયોજીત કાર્યક્રમમાં સહભાગી થશે. સાંજે 4:30 કલાકે તેઓ કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે કેન્દ્રીય મંત્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આયોજીત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply